લેખ:- પોષી પૂર્ણિમાની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ હોય છે. પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને પ્રિય હોય છે, તે સાથે આ દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં હોય છે. હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા(પોષી પૂનમ)ના દિવસે નદીમાં સ્નાન અને સૂર્યદેવને અર્ક આપવાનું વિશેષ મહત્વ છે. પોષ પૂર્ણિમાના દિવસે કાશી પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું ખૂબ જ મહત્વ હોય છે. પોષ પૂર્ણિમાનું મહત્વ:- વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મ સાથે જોડાયેલી માન્યતા અનુસાર, પોષ સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધનાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન