જેમ રાત નો નશો ધીરે ધીરે તેનો અસર દેખાડી રહ્યો હતો તેવી જ રીતે સ્વરા નો નશો પણ ધીરે ધીરે તેની આંખોમાં દેખાઈ રહ્યો હતો પરંતુ જેમ નશો વધતો હતો તેમ સ્વરા કોઈ ઊંડા દુઃખમાં ડૂબતી હોય તેવું લાગી રહ્યું હતું, તે ધીમે ધીમે કાઈક બબડી રહી હતી. એની આંખોમાં કોઈ પ્રત્યે ગાઢ નફરત હોય તેવું દેખાઈ રહ્યું હતું જેના લીધે તે સંપૂર્ણપણે ધ્રુજી રહી હતી. યશ પણ સ્વરા ને આ રીતે જોઇને થોડો ગંભીર બન્યો રાતીચોળ આંખો, માથું ઢાળીને ટેબલ પર ટેક આવેલો સ્વરા નો ચહેરો, વિખરાયેલા વાળ અને માત્ર છે બોલી જ રહી ન હતી પરંતુ