અંગત ડાયરી - વડીલો તમે ઘણું જીવો રે વ્હાલા

  • 3.8k
  • 1.4k

શીર્ષક : વડીલો! તમે ઘણું જીવો રે વહાલાં.. ©લેખક : કમલેશ જોષીએક સવારે મારા ભાણીયાએ પ્રશ્ન પૂછ્યો: "મામા, સ્ટાન્ડર્ડ એટલે?" મેં સહજ કહ્યું : "ધોરણ." આવો સાદો પ્રશ્ન પૂછે એવડો નાનો એ હવે નહોતો. એણે તરત જ બીજો ગુગલી નાંખ્યો: "લાઈફ સ્ટાન્ડર્ડ એટલે?" મેં કહ્યું "જીવન ધોરણ." એ મારી સામે તાકતા બોલ્યો "એટલે? જીવન ધોરણ એટલે?" હવે જવાબ સરળ નહોતો. મેં સમજાવવા પ્રયત્ન કર્યો: "તું નાના ધોરણમાં ભણતો ત્યારે સાદા સરવાળા-બાદબાકી, કક્કો-બારાક્ષરી તને ભણાવવામાં આવતા, હવે તું મોટા ધોરણમાં છે તો તને સમીકરણો, નિબંધો, વ્યાકરણ શીખવવામાં આવે છે એમ જીવનમાં પણ વાણી, વર્તન અને વિચારોના આધારે જે લાઈફ સ્ટાઈલ આપણે અપનાવીએ