અંગત ડાયરી - ભીતરનો ઉત્સવ

  • 2.9k
  • 1.1k

શીર્ષક : ભીતરનો ઉત્સવ ©લેખક : કમલેશ જોષીતહેવાર એટલે લાલ, લીલા, પીળા વસ્ત્રો અને ડિલીશીયસ વાનગીઓ, નાચવું, ગાવું અને મોજ મસ્તી કરવી. અઠવાડિયાઓ, મહિનાઓનો થાક ઉતરી જાય એટલો આનંદ કરવા માટેનો દિવસ એટલે તહેવાર. દિવાળીના દિવસો પહેલા ઘરના રંગરોગાનથી શરુ કરી કપડાની નવી જોડીના પ્લાનિંગ શરુ થઈ જાય. નવરાત્રિના દિવસો પહેલા એની પ્રેક્ટિસ શરુ થઈ જાય. જન્માષ્ટમીના દિવસો પહેલા મેળા ભરાઈ જાય અને રામનવમીના અઠવાડિયા પહેલા રામલીલાના નાટકો શરુ થઈ જાય. તહેવારનું આખું અઠવાડિયું માનવમન જુદો જ ઉમંગ, ઉત્સાહ અનુભવતું હોય. સામાન્ય દિવસોમાં જે રૂટિન લાઈફ ચાલતી હોય, એકનું એક કામ અને એકના એક વિચારો ચાલતા હોય એનાથી કંટાળેલો, થાકેલો માણસ