રાજવી : પ્રીતની નવી રીત - 18

  • 2.8k
  • 1
  • 1.3k

(૧૮) (નેમકુમારની પણ પીઠી ચોળવવાની વિધિ મજાક મશ્કરીમાં પૂરી થાય છે. હવે આગળ...) શ્રાવણ સુદિ છઠનો દિવસનો પ્રાતઃકાળ ઊગી ગયો. લગ્ન દિવસ પણ આવી પહોંચ્યો. સૂરજના કિરણો વર્ષા હોવા છતાં પણ થોડા પ્રગટ થયાં અને કુમારને લગ્નની શુભેચ્છાઓ પાઠવીને થોડી જ ક્ષણોમાં ચાલી ગઈ. એટલામાં જ સૂરજ પણ થનગનતો આવી ગયો, જાણે કિરણો એના નાથ સૂરજદેવને જ બોલવવા ગઈ હોય તેમ કોહીનૂર હીરાની જેમ તે ચમકવા લાગી. "ઓહો... આજે તો સૂરજદાદા પણ તમને આર્શીવાદ આપવા આવી પહોંચ્યા." રુક્મિણીએ રથમાં બેસવા જઈ રહેલા કુમારના કાનમાં કહ્યું, "તમારા બધાનો પ્રતાપ છે." કુમારે પણ જવાબ આપતા કહ્યું. "ના, તમારા સૌભાગ્યનો પ્રતાપ!" રુક્મિણીને મળેલો