રાજવી : પ્રીતની નવી રીત - 17

  • 2.4k
  • 1
  • 1.2k

(૧૭) (ઉગ્રસેન રાજાએ લગ્ન દિવસને વધાવી પોતાની મંજુરી આપી દીધી. ધારિણીરાણીના મહેલમાં લગ્નની ત્યાં તૈયારી ચાલુ થઈ ગઈ. હવે આગળ...) લગ્નની આગળ ચાલતી વિધિઓ ઘર પરિવારને જોડવા માટે જ બનાવવામાં આવી છે. એમાં જ પરિવારની એકતા અને સંવાદિતા દેખાય છે. મથુરા નગરી જમાઈના આગમનની પૂરજોશમાં તૈયારી ચાલી રહ્યા છે. રાજુલના મહેલમાં ગૌરીપૂજન અને ગણેશની વિધિ પૂરી થઈ ગઈ હતી. શ્રાવણ સુદિ પાંચમ ની સવાર થઈ. હસી મજાક કરતાં કરતાં રાજુલની પીઠી ચોળવામાં આવી. જયારે આ બાજુ દ્રારકાનગરીમાં પણ હિલોળે ચડી હતી. તેને પણ સ્વર્ગ સમાન શણગારી દેવામાં આવી હતી. પાંચમનું પ્રભાત ઊગ્યું અને ભાભીઓનું જૂથ નેમકુમારને ચારે બાજુથી ઘેરી રહ્યું