રાજવી : પ્રીતની નવી રીત - 16

  • 3.1k
  • 1
  • 1.2k

(૧૬) (કૌષ્ટુકિજી એ નેમ-રાજુલ માટે શ્રાવણ સુદિ છઠનો દિવસ લગ્ન માટે યોગ્ય છે, કહીને મુહૂર્ત કાઢી આપ્યું. હવે આગળ...) કૃષ્ણ મહારાજે લગ્નની જવાબદારી સ્વીકારી તેમની વિદાય લીધી. તેમના ગયા પછી થોડીવારે શિવાદેવી એમને એમ વિચારતા બેસી રહ્યા. સમુદ્રવિજય રાજાના કહેવાથી તૈયારીમાં લાગ્યા. જયારે ઉગ્રસેન રાજાને 'શ્રાવણ સુદિ છઠનો દિવસ લગ્નદિવસ માટે નક્કી કરવામાં આવ્યો છે.' એવા સમાચાર મળ્યા ત્યારે એ પણ થોડા વિચારમાં પડી ગયા. છતાં વેવિશાળ કર્યા પછી કુમારની પ્રશંસા તેમને એટલી બધી સાંભળી હતી કે એમના મનને પણ એમ થવા માંડયું કે કયારે રાજુલને એની સાથે વળાવવાની શુભ ઘડી આવે. આવો રૂડો રૂપાળો વર હાથમાં આવ્યો છે તો