(૧૩) (સત્યભામા નેમકુમારને સરોવરતટે જળક્રીડા કરવા માટે મનાવી લે છે. હવે આગળ...) મનુષ્ય તરીકે જન્મયા પછી નક્કી જ હોય છે. બાળપણમાં રમો.. આનંદ લૂટો.. એ પણ જવાબદારી વગર, મોટા થાવ એટલે ભણો અને નવું નવું શીખો.. કંઈક કાબેલિયત મેળવો, યુવાવસ્થામાં લગ્ન કરો. આ જ ઘટનાક્રમ દરેક માટે એકસરખો જ હોય છે. અને આવું જ નેમ જોડે થવા જઈ રહ્યું છે. અને 'હવે આ કયાં છટકવાનો છે?' એ વિચાર આવતા જ કૃષ્ણ મહારાજથી હસી પડાયું. "ભાઈ, આ બધા તમારા કારસ્તાન લાગે છે. મારી પર આટલો બધો જુલમ?" નેમે તેમને કહ્યું તો, "અને તું એમ માને છે કે આ મારી પર જુલમ