રાજવી : પ્રીતની નવી રીત - 12

  • 2.5k
  • 1
  • 1.4k

(૧૨) ‌(સત્યભામા કૃષ્ણ મહારાજને રાજુલ વિશે કહે છે. નેમકુમારનું મન સંસાર અને વૈરાગ્ય વચ્ચે ખેંચાઈ રહ્યું છે. હવે આગળ...) નેમ પોતાની મનોસ્થિતિ થી અકળાઈને પોતાના બે હાથથી આંખો બંધ કરી દીધી. "શા વિચારમાં પડયા છો, દિયરજી?" એટલામાં સત્યભામાએ નેમના ખભા પર હાથ મૂકતા પ્રશ્ન કર્યો. જાણે સપનું જોતા કોઈએ તેમને જગાડયા હોય તેમ તે ચમકી ગયા. "સ્વપ્ન જોતા હતા કે શું?... બોલો, કોણ હતી તમારા સ્વપ્નાની દેવી?" "મને હેરાન ના કરો?" "જયાં સુધી તમે અમને હેરાન કરશો ત્યાં સુધી અમે તમને હેરાન કરવાના, સમજયા." સત્યભામાએ નેમને છેડતા કહ્યું અને જવાબની આશા રાખતી બે હાથથી કેડ પર મૂકીને ઊભી રહી. "હું...