રાજવી : પ્રીતની નવી રીત - 11

  • 2.9k
  • 1.4k

(૧૧) (શિવાદેવી રુક્મિણી અને સત્યભામાને રાજુલ વિશે તપાસ કરવાનું કહે છે. સત્યભામા કૃષ્ણ મહારાજને કાકી જોડે થયેલી વાત કહે છે. હવે આગળ....) કમળ ભલે કાદવમાં જ ખીલે પણ તે હંમેશા કાદવથી તો નિર્લેપ જ રહે છે. કમળ લેવા જનાર કાદવથી ખરડાય પણ કમળ નહીં, અને એવા જ નેમકુમાર હતા. કૃષ્ણ મહારજ વિચાર થી અકળાઈને આળસ મરડી. સત્યભામા તેમનું મન અને તેમાં ચાલતા વિચાર પારખી ગઈ હોય તેમ બોલી, "અરે, તમેય વળી શા એવા વિચારમાં પડી ગયા? કયો પુરુષ સ્ત્રીથી અળગો રહ્યો જાણ્યો છે! રાજ ચલાવો છો અને પુરુષનો સ્વભાવ નથી ઓળખતા?" "પુરુષ નો સ્વભાવ ઓળખું છું, માટે જ ચિંતા થાય