રાજવી : પ્રીતની નવી રીત - 4

  • 2.9k
  • 1
  • 1.6k

(૪) (ધારિણી રાણી મનમાં રાજુલ માટે ચિંતા કરે છે અને તે મહારાજ ઉગ્રસેન આગળ વાત પણ કરે છે. હવે આગળ....) વિચારો! કુંભારના ચક્રની જેમ ગોળ ગોળ ફર્યા જ કરે છે, એમ જ વિચારો પણ એક પછી એક મનમાં જન્મયા જ કરે છે. તેનો અંત કયારેય નથી હોતો. પહેલા રાજુલ અને હવે તેની માતા ધારિણી દેવી વિચારોમાં ખોવાઈ ગયા હતા. રાજુલ તેની માતાની છાતીમાં લપાઈ ગઈ અને ધારિણી રાણી એના લાંબા કેશકલાપને પંપાળતા કયાંય સુધી બેસી રહ્યા. તેમના મનના વિચારો તો.... 'મારી દિકરીના મનમાં કેટકેટલા અભરખા અને આશાઓ એના હ્રદયમાં રમતા હશે! એ કોને પામશે?... મારા આ સુંદર પુષ્પનો ભોક્તા કોણ