મોજીસ્તાન - 71

(18)
  • 3k
  • 1.4k

મોજીસ્તાન (71)બાબો ગામની બહાર આવીને નદીના પાળે ઉભો રહ્યો.પાળા પર સુતેલા કુતરાઓએ માથે ધાબળો ઓઢીને ઉભેલા આદમીને જોઈ માથું ઊંચું કર્યું.ગામના રોટલા ખાઈને ગામની રક્ષા કરવાની વગર પગારની નોકરી કરતા એ કૂતરાઓની ટોળીનો સરદાર કાળુ બેઠો થઈને ભસ્યો.એનું ભસવું એટલે બાકીના ટૂંટિયું વળીને સુતેલા શ્વાનો માટે હાકલ પડી હોવાનું ગણાતું હશે એટલે તરત જ બધા જ કૂતરાં ભસવા લાગ્યા. બાબાએ વાંકા વળીને રસ્તામાંથી થોડા પથ્થર ઉઠાવ્યા.એ જોઈ કળિયાને યુદ્ધ અનિવાર્ય લાગ્યું. ભસણકાર્યને વેગ આપી દરેક શ્વાન, ધાબળાધારી મનુષ્યને પરાસ્ત કરવા સજ્જ થયા.તાજી વીંયાયેલી કુત્તી પણ એના ગલુંના મોમાંથી આંચળ છોડાવીને આવી રહેલા અનિષ્ટને મારી હટાવવા ઉભી થઈ. બાબાને આ કુતરાઓનો