ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૧

  • 3k
  • 1.3k

નોવોટેલ હોટલ, અમદાવાદ હોટલના બીજા માળે રૂમ નંબર ૨૦૪માં શ્વેત વન-પીસ ગાઉનમાં સજ્જ વૃંદા સોફા પર બિરાજેલ હતી. થોડી અકળામણ થતી હતી. જેનું કારણ વિશાળ ઓરડામાં બરોબર મધ્યમાં તે એકલી બિરાજેલી તે હતું. અત્યંત શાંત વાતાવરણ હતું. દુધ જેવા વસ્ત્રથી આવરિત દુધ જેવી વૃંદાના ચહેરા પર ચિંતાના આવરણો મલાઇની માફક કરચલીઓ બનાવી રહ્યા હતા. તન કરતા ત્રણ ગણા વિશાળ સોફાના ટેકે વૃંદા પગ પર પગ ચડાવી ક્રોસ અવસ્થામાં બેઠેલી. જે દર્શાવી રહ્યું હતું કે તે સમયની કિંમત કરતી નારી હતી. શાંત મન સાથે વચનોને બદ્ધ તેના વ્યક્તિત્વની ઝાંખી તેની બેસવાની પદ્ધતિમાં થતી હતી. જમણો હાથ ક્રોસ પગથી બનતા