ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૦

  • 2.9k
  • 1.4k

શાર્ક ટેન્કમાં રજૂઆત કર્યાના ત્રણ દિવસ પછી કાજલ, નિશા અને વૃંદાની યોજના શાર્ક ટેન્કમાં સ્વીકારાઇ નહોતી. ત્રણેવ ઉદાસ હતી. ફરી રોજીંદા કાર્યોમાં વ્યસ્ત બની હતી. ત્રણેવના ઘરે તેઓની યોજના મજાક બની ચૂકેલી. શાર્કના પ્રતિભાવ કરતા નીકટના આત્મજનીઓના મેણાં-ટોળાં વધુ ધારદાર બનવા લાગ્યા હતા. ઘરના કાર્યોમાં અને બાળકો સાથે સમય તો પસાર થતો હતો. પરંતુ ત્રણ દિવસ પહેલાં મળેલી નામંજૂરી મનમાં ઘર કરી ગયેલી. વૃંદાને વારેઘડિયે શાર્કે આપેલા પ્રતિભાવ યાદ આવતા હતા. તેના મતે વૃંદાની યોજના અર્થવિહીન હતી. કોઇ ફાયદો થાય તેમ ન હતો. તેણે એવું પણ જણાવેલું, ‘ગરબા દસ રાત્રિઓનો ખેલ છે. પ્રજા તે દસ દિવસ પૂરતા જ ગરબાનો આનંદ