ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૯

  • 3.1k
  • 1
  • 1.3k

કાજલ અને શાર્ક ટેન્ક કાજલ શાર્ક ટેન્કના મંચ પર રજૂઆત માટે તૈયાર હતી. તે કથ્થાઇ રંગના દરવાજાની પાછળથી મંચ સુધી જતો માર્ગ ખુલવાની પ્રતીક્ષામાં હતી. તેના નામની ઘોષણા થતાંની સાથે જ દરવાજો ખૂલ્યો. કાજલે મંચ તરફ પગ ઉપાડ્યા. સાતેવ શાર્કની સામે તે હાજર હતી. કથ્થાઇ દરવાજાના રંગ જેવી ચમકતી આંખો, ધનુષ જેવો આકાર ધરાવતા હોઠ કાજલના ચહેરાને સુંદરતા બક્ષતા હતા. તેના નાકનો આકાર દર્શાવતો હતો કે તેનામાં રચનાત્મક ખૂબી છુપાયેલી હતી. તે વિવિધસભર સર્જન કરી શકે તેમ હતી. તેના ચહેરાનો ઘાટ સૂચવતો હતો કે, કાજલને પોતાના વિષે થતી ટીકા-ટિપ્પણી પસંદ નહોતી, અને માટે તેના આસપાસના વ્યક્તિઓ માટે અમુક