શાર્ક ટેન્કમાં નિશાની રજૂઆત શાર્ક ટેન્કના મંચ પર ઉપસ્થિત થવા માટે નિશા તૈયાર હતી. મંચ સુધી જતા માર્ગનો દરવાજો બંધ હતો. ઘેરા કથ્થાઇ રંગના દરવાજાની બીજી તરફ નિશા દ્વાર ખુલવાની પ્રતીક્ષામાં હતી. મંચ પરથી તેના નામની ઘોષણા થઇ, દરવાજો ખૂલ્યો. મંચ તરફ ડગલા ભરતી નિશાની ચાલમાં આત્મવિશ્વાસ પ્રતીત થઇ રહેલો. તે બરોબર સાત શાર્કની સામે આવી. સાતેવ શાર્ક તરફ નિશાએ નજર ફેરવી. સાતેવની આંખો નિશા પર કેન્દ્રિત હતી. ના સંપૂર્ણ ગોળ ના તો સંપૂર્ણ લંબગોળ, એટલે કે થોડાક અંશે લંબગોળ ચમકતા ચહેરા સાથે નિશા તેના નામની માફક જ શ્યામ નેત્રોની માલકણ હતી. આંખો તરફ સહેજ ઉપસેલા ગાલ, હંમેશા