શાર્ક ટેન્કમાં રજૂઆત ચમકાવેલા લાકડાઓથી બનેલા સેટ પર મજબૂત પારદર્શક ભોંયતળિયા પર ગોઠવેલ પાંચ કાળા ડિબાંગ વાદળો જેવી ખુરશીઓ ગોઠવેલી હતી. જેના પર શાર્ક બિરાજતા હતા. પાંચેય ખુરશીઓ સામે રજૂઆત કરનાર વ્યક્તિ રહેતી. પ્રત્યેક શાર્કને પોર્ટફોલીઓ આપવામાં આવતો. તેમાં તેઓ નોંધ કરતા કે રજૂઆત પર રોકાણ કરી શકાય તેમ હતું કે કેમ? ત્યાર પછી સ્પર્ધક સાથે ચર્ચા થતી, અને અંતે રોકાણ બાબતે શાર્ક વચ્ચે પણ ઘર્ષણ થતું. કોઇ સ્પર્ધકની રજૂઆત ત્રણેક શાર્કને પસંદ આવે તો સ્પર્ધકની યોજનામાં રોકાણ બાબતે રસાકસી પણ જોવા મળતી. આ બધું ભારતમાં ચાલનાર શાર્ક ટેન્ક કાર્યક્રમમાં પણ જોવા મળવાનું હતું. ઓનલાઇન શોધખોળ દ્વારા ઘણી