થાકલાં

  • 2.1k
  • 981

થાકલાં સૌરાષ્ટ્રના એક નાનકડા રાજ્ય એવા ગોંડલના રાજા સર "ભગવદસિંહજી"નો પ્રેરક પ્રસંગ છે, જે દરેકે સમજવા જેવો છે.એક વખત ખેડૂતને પડતી તકલીફ જોવા ખેડૂતનો વેશ લઇ "સર ભગવતસિંહ" સિમના કાચા રસ્તે જતા હતા.ગોંડલના સીમાડે દૂર માર્ગ વચ્ચે એક વૃદ્ધા ચારનો ભારો લઇ બેઠી હતી.એ માર્ગે ભાગ્યેજ કોઈ જતું આવતું.ભગવતસિંહજીને જોઈ એ માજી બોલ્યાં બેટા! આ ભારો ઉંચકાવી મારે માથે મૂકાવો ને!હું ક્યારની બેઠી છું,તરસ પણ લાગી છે,મારું ખેતર ગામથી ખૂબ દૂર છે.અને વજનનો ભારો જાતે ઉંચકાતો નથી,મારાં ઢોર ભૂખ્યાં થયાં હશે.મારાં બાળકો પણ મારી વાટ જોતાં હશે.. આ સાંભળી રાજાએ એ ભારો ઊંચકાવી માથે મુકાવીને બોલ્યા : માજી તમેં મને ઓળખો