પાસ - નાપાસ

  • 3.5k
  • 1
  • 1.3k

લક્ષ્મી,કેટલીવાર શીખવાડવાનું હોય, મગજ છે કે નહિ.3જા ધોરણમાં આવી ગઈ તોય બરાબર વાંચતાં નથી આવડતું.તારા જ ક્લાસ ના બાળકો જો કેવું કડકડાટ વાંચે છે અને તું ......તમે હજુ તો બારાક્ષરીમાં જ પડ્યા છો.આગળ વધવાનું નહિ ને કંઈ બોલવાનું પણ નહિ, બસ ચૂપચાપ બેન બોલે એ સંભાળ્યા રાખવાનું.હવે જો તે ધ્યાન નથી આપ્યું તો ક્લાસનો 2જા ધોરણમાં જ બેસાડી દઈશ.રેખાબેન એમનો ગુસ્સો લક્ષ્મી પર ઠાલવતા હતા.પણ, લક્ષ્મી કંઇ જ હાવભાવ વગર બસ નીચું જોઈ ને ઉભી રહેતી.અને એની આ જ વાત પર રેખાબેન અકડાઈ જતાં. રેખાબેન આમ તો શાળાના ખૂબ જ લોકપ્રિય, વ્યવસ્થિત અને પ્રેમાળ શિક્ષિકા હતા.તે મોટાભાગ ના