પતંગ કરાવે તંગ

  • 3.4k
  • 1.2k

પતંગ કરાવે તંગ ..! પતંગ અને પતંગિયાની રાશી એક જ, પણ બંનેની સરખામણી એકબીજા સાથે નહિ કરાય. ક્યાં ઓબામા ને ક્યાં ઓસામા બિન લાદેન..? સરખામણી કરવામાં જીવતાનું પોસ્ટમોર્ટમ કરતાં હોય એવું લાગે. means અઘરું..! ક્યાં પતંગડુ ને ક્યાં પતંગિયું..? એક હિંસક મિજાજી, ને બીજું અહિંસક મનમૌજી..! પતંગિયા વગર બગીચાનો શણગાર અધુરો લાગે, ત્યારે પતંગ તો વંઠેલ, ચગ્યા પછી તંગ કરે..! કાપા-કાપી સિવાય બીજી કોઈ ઇન્દ્રિય પતંગની કામ જ નહિ કરે. વાઈફ નચાવે એમ નાચતા પતિની માફક, દોરી નચાવે એમ પતંગ 'ડાન્સ' કરે. પછી ક્યારે ક્યાં ભોંય-ભેગો થઇ જાય, એનું ભાન પણ નહિ રહે..! ત્યારે પતંગિયા નિર્દોષ અને નીર્ડંખ..! રંગબેરંગી સ્વેટર ચઢાવ્યા હોય એમ, ફૂલોની ચૂસકી લેવા બગીચા ખુંદતા હોય..! એ આકાશને આંબવા નહિ