દૃઢ નિશ્ચય

(11)
  • 2.7k
  • 2
  • 1.1k

"વાહ ઉમંગ વાહ! તારી સ્કેટિંગની કુશળતા પર તો આપણું આખું ટોળું ફિદા છે. હવે તને કોઈ નહીં અટકાવી શકે. જો જે, તું ઝડપથી રાજ્ય સ્તરથી રાષ્ટ્રીય લેવલ પર પહોંચી જઈશ."ઊંઘમાં ધ્રાસકો પડતા, ઉમંગ ચોંકીને ઉઠી ગયો. બે વર્ષ પહેલાં, મિત્ર રાજીવએ કરેલા વખાણ, આજે પણ કાનમાં પડધા પાડી રહ્યા હતા. એણે ગુસ્સામાં દુર્ઘટનાવાળા પગ ઉપર ઘણી બધી વાર મુઠ્ઠી મારી અને રડતા રડતા બૂમો પાડી."મારો પીછો કેમ નથી છોડતા? નથી હું કોઈ સ્કેટિંગ ચેમ્પિયન!!"અવાજ સાંભળીને એના પપ્પા, ઉપેન્દ્ર, દોડીને એના રૂમ પાસે આવ્યા, પણ અંદર દાખલ ન થયા. અતિશય દુઃખ સાથે એના દીકરાને જોઈ રહ્યા. બે વર્ષ પહેલાના ખતરનાક અકસ્માત