પ્રાયશ્ચિત પ્રકરણ 65પ્રતાપભાઈ ના ત્યાં વાયણામાં આજે પુરણપોળી નો પ્રોગ્રામ હતો. સાથે છૂટી દાળ, કઢી, ભાત અને રીંગણ-બટેટા નું મિકસ શાક પણ હતું. રસોઈ ખરેખર સારી બની હતી. વેદિકા પીરસવામાં હતી અને નવદંપતિને પ્રેમથી આગ્રહ કરી-કરીને જમાડી રહી હતી. પ્રતાપ અંકલ, ડૉ. રાજેશ અને જયદેવ ત્રણે કેતન જાનકીની સાથે જ જમવા બેસી ગયા હતા. એ લોકો જમી રહ્યાં પછી વેદિકા અને એની મમ્મી દમયંતીબેને જમી લીધું. જમ્યા પછી દમયંતીબેને જાનકીને જામનગરનું એક ભારે ઘરચોળું ભેટ આપ્યું અને કેતનને કવરમાં ૧૦૦૧ આપ્યા. " કેતન આ તો માત્ર શુકનના છે. ફુલ નહીં તો ફુલની પાંખડી સમજી લેવાનું. " પ્રતાપ અંકલ બોલ્યા. " વડીલ.. તમારા લોકોના આશીર્વાદ જ