જગદંબાનું દર્શન

  • 3k
  • 1.2k

ત્રણ વર્ષ પહેલાંની વાત છે. શહેર વડોદરા, નવરાત્રીનો સમય. રાત્રિનાં આઠ વાગ્યા છે. હીના પોતાના માતા-પિતા તેમજ ભાઈ-ભાભી સાથે પૂજાઘરમાં મા જગદંબાની આરતી કરી સ્તુતિ ગાઈ રહી છે. સ્તુતિ પૂરી થતાં જ મમ્મી બધાંને પ્રસાદ આપે છે તેમજ નવરાત્રિનો ઉપવાસ હોવાથી માત્ર ફળાહાર જ કરવાનો હોઈ બધાંને પહેલેથી તૈયાર રાખેલ સમારેલા ફળોની તાસકો પકડાવે છે. હીના પોતાની તાસક લઈ ટેલિવિઝન સામે બેસી ફળોનો સ્વાદ માણવો શરુ કરે છે. મમ્મી અને પપ્પા તૈયાર થઈ તેમના પ્રિય એવા ગરબા ગાયકના મેદાને ઘૂમવા નીકળી પડે છે. આ વડોદરા છે. પરિવાર બધે સાથે જ જાય, પણ ગરબે ઘૂમવા તો પોતાનાં મનપસંદ કલાકારનાં ગળાની મધુરપ