ધૂપ-છાઁવ - 49

(27)
  • 4.4k
  • 4
  • 2.9k

ઈશાન નમીતાને લઈને હોસ્પિટલમાંથી બહાર નીકળે છે અને ત્યાં જ અપેક્ષા ઈશાનની રાહ જોતી ઉભી છે. નમીતા પોતે કંઈક અલગ જ દુનિયામાં આવી ગઈ હોય તેવું તેને લાગે છે અને જાણે તેને કોઈનો ડર લાગતો હોય તેમ તે જોરથી ઈશાનનો હાથ જરા દબાવીને ફીટ પકડી લે છે કે મને જાણે કોઈ અહીંથી ઉપાડી ન જાય..!! ઈશાન પણ તેના હાથને પ્રેમથી સ્પર્શ કરીને ખાતરી અપાવે છે કે, ચિંતા ન કર હું હરપળ તારી સાથે જ છું...!! બંને ઈશાનની કારમાં ગોઠવાઈ જાય છે અને પાછળની સીટ ઉપર અપેક્ષા બેસી જાય છે. અપેક્ષાને જોઈને તરતજ નમીતા સ્વાભાવિકપણે જ તેના વિશે ઈશાનને પૂછે છે...