એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૭

  • 4k
  • 2.1k

તો આપણે આગળ જોયું એમ કોલેજથી ઘરે જતાં નિત્યાને આઇસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તેથી આઇસ્ક્રીમ પાર્લરની સામેની બાજું કાર પાર્ક કરી અને નિત્યાને કારમાં જ બેસી રહેવાનું કહી દેવ પોતે આઇસ્ક્રીમ લેવા ગયો.થોડી વાર પછી દેવ જ્યારે આઈસ્ક્રીમ લઈને આવ્યો ત્યારે તેણે જોયું તો ગાડીની આસપાસ ભીડ જમા થઈ ગઈ હતી.ભીડને હટાવતા દેવ જ્યારે ગાડીની એકદમ નજીક પહોંચ્યો ત્યાં તેણે જોયું કે નિત્યા બેહોશ થઈને નીચે પડી હતી અને સલોની નિત્યાનું માથું પોતાના ખોળામાં લઈને એને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી.પણ દેવનું ધ્યાન તો અત્યારે ફક્ત નિત્યા તરફ હતું.નિત્યાને આમ બેહોશ જોઈને તે બેબાકળો બનીને ઉભો હતો.દેવને આમ જોતાં