ઇન્સ્પેકટર પ્રતાપ ભાગ- 6 અંધારાનું તીર સીધું નિશાન ઉપર ઇન્સ્પેકટર પ્રતાપની પાછળ પાછળ રીમા કેબીનમાં દાખલ થઈ અને બન્ને જણ ખુરશીમાં બેઠા હતા. ‘જુઓ રીમાજી, આશા બાઈએ મારી પાસે બધું કબૂલી લીધું છે. એણે તમને મીરા સિંઘાનિયાનું ખૂન કરવામાં તમને મદદ કરી છે એવું પણ કબૂલી લીધું છે. હવે તમે પણ તમારો ગુનો કબૂલી લો એટલે કેસ પૂરો થાય.’ ઇન્સ્પેકટર પ્રતાપે રીમા કપૂર સામે જોઇને કહ્યું હતું. ‘ઇન્સ્પેકટર પ્રતાપ તમે જ આ પોલીસ સ્ટેશનમાં હવે એક-બે દિવસના મહેમાન છો. મેં તમારી ગૃહ મંત્રાલયમાં ફોન કરી ટ્રાન્સફર કરવા માટે કહી દીધું છે. તમારા હાથમાં કેસ આવ્યો ત્યારથી જ મને લાગતું