કોણ જાણે કેમ? પણ રાધીને આજે કનાની શરમ લાગી. તેની સાથે શું વાત કરવી? તે રાધીને સૂઝ્યું નહીં. તેથી તે દોડીને ગોવાળિયા પાસે આવી ગઈ. કનાને અને રામુ આપાને જોઈ એ બધા ગોવાળિયાએ આવકારો આપ્યો, "એ હાલો બપોરા કરવા. બેય જણાં બેહી જાવ." રામુ આપા, " જમાવો...જમાવો...અમી તો દાદો દિકરો બપોરા કરીને નિહર્યા. ભાણુભા કે મારે તો માલમાં આંઢવું સે. તે મેં કીધું લાવ્યને આઘેરેક મૂકતો આવું. ને હમણાંકથી જંગલમાં નથી ગ્યો તે ગોવાળિયાને મળતો આવું.". નનો ગોવાળ કહે, " અલ્યા કાઠીયાવાડી તું તો આજ્ય નિહાળે જ્યો તો ઈમ? તું હવે હુશિયાર