અહંકાર

(14)
  • 4.4k
  • 1.4k

"સ્વરા! જોજેને હું દર વર્ષની જેમ આ વર્ષે પણ બેસ્ટ ફાધરનો એવોર્ડ જીતીશ જ. એક બેસ્ટ પપ્પા નો એવોર્ડ તો મને જ મળે, મારાથી વધારે કોઈ ન હોય. તું જ કે ઓફિસ સાથે સાથે મે રોજ આ બાળકોને ભણાવવાની મહેનત ભરેલી કામગીરી પણ સારી રીતે સાચવી છે." તારક હોંશભેર પોતાની પત્ની સ્વરાને સ્વના ગુણગાન સંભળાવી રહ્યો હતો. નોકરીથી આવીને સ્વરા રસોઈની તૈયારી સાથે સાથે પોતાના બાળકોના હોમવર્ક ચેક કરી ભૂલો સુધરાવી રહી હતી. સાથે તારકને જવાબ પણ દેતી હતી. "આવતી કાલે જ ફાધર્સ ડે ના દિવસે જ બધાં પરિણામ છેને, આવતી કાલે ખબર પડી જશે.,"