જીતસિહે હાથ પકડીને કાવ્યાને હોડીમાં બેસાડી અને હોડી ને પોતે હંકારવા લાગ્યા. જીતસિંહ હલેસાં મારી રહ્યા હતા તો કાવ્યા પાસે બેસીને આજુ બાજુનું સૌંદર્ય નિહાળી રહી હતી. હોડીએ વેગ પકડ્યો એટલે જીતસિંહ કાવ્યા પાસે બેસીને આજુ બાજુનું સૌંદર્યનું વર્ણન કરવા લાગ્યા. આમ બંને સાંજ સુધી પુષ્પક તળાવ અને ત્યાં રહેલ ગાર્ડનમાં રહ્યા. આ સમયમાં જીતસિહ પુરે પુરા કાવ્યા પર મોહિત થઈ ગયા હતા. સાંજ પડતાં બંને મહેલ તરફ રવાના થયા પહેલા જીતસિહે કાવ્યાને ગેસ્ટ હાઉસ પર ઉતારી અને પછી તેઓ મહેલ તરફ ગયા. જતી વખતે જીતસિહે કાવ્યાને કહ્યું આપણે કાલે પણ ફરવા જઇશું. એટલે કાલે સવારે તૈયાર થઈને રહેજે. કાવ્યા હા પણ