ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૪

  • 2.4k
  • 1
  • 1.3k

કાવ્યા પૃથ્વી પર જવા નીકળે છે તે પહેલાં ગુરુમાં ની પરવાનગી લઈને જવું તેને યોગ્ય લાગી રહ્યું હતું. એટલે કાવ્યા મહેલની અંદર ગુરુમાં ધ્યાનમાં બેઠા હતા ત્યાં પહોંચી અને જોયું તો ગુરુમાં હજુ ધ્યાનમાં બેઠા હતા. કાવ્યા ધ્યાનમાં બેઠેલા ગુરુમાં ને જગાડવા માંગતી ન હતી એટલે હાથ જોડીને ગુરુમાં સામે બોલી.પ્રણામ ગુરુમાં.એક અગત્યનું કામ આવી ગયું છે એટલે હું પૃથ્વી લોકમાં જાવ છું. મારી કોઈ ભૂલ થાય તો ક્ષમા કરશો. આટલુ કહીને કાવ્યા ત્યાંથી નીકળી ગઈ. ઉડતી ઉડતી કાવ્યા પૃથ્વી લોકમાં પહોંચી. પહેલા વિચાર એ આવ્યો કે ઘણા સમયથી હું મારા મમ્મી પપ્પા ને મળી નથી. મને તેમની યાદ તો આવે