ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૨

(11)
  • 2.7k
  • 2
  • 1.4k

ગુરુમાં સાથે કાવ્યા અને મહેક પરી ઉડીને પરીઓના દેશમાં પહોંચ્યા.કાવ્યા એક નવા દેશમાં આવી પહોંચી હતી જે તેણે ક્યારેય જોયો ન હતો.એક મોટો સફેદ પારદર્શક મહેલ હતો, ઉપર આકાશ તરફ નાના મોટા તારલાઓ ટમટમી રહ્યા હતાં, નીચે જમીન નહિ પણ વાદળો ની ચાદર પાથરેલી હતી, ઘણી પરીઓ ઝૂલે ઝૂલી રહી હતી. તો કોઈ પરીઓ આકાશમાં ઉડી રહી હતી, કોઈ પરી મહેલની અંદર કામ કરી રહી. ધીરે ધીરે ગુરુમાં સાથે કાવ્યા મહેલમાં દાખલ થઈ. મહેલની અંદર દાખલ થતાં પહેલાં મહેક પરી બધી પરીઓ પાસે જતી રહી. અને કાવ્યા ગુરુમાં સાથે ચાલતી રહી હતી. મહેલની અંદર દાખલ થતાં ગુરુમાં કાવ્યાને બધું બતાવતા બતાવતા