નેહાની મમ્મી

  • 3.6k
  • 1.4k

તારીખ : 09-11-2021 રૂપકડી નેહાની ઊંઘ તો મમ્મી અડધો કલાક તેને લાડ લડાવે એ પહેલાં ખુલતી જ નહીં. પણ, આજે આ શો અવાજ સંભળાઈ રહ્યો હતો? મમ્મીનો અવાજ તો નથી જ. આ તો દાદી છે. અને નેહા આંખો ચોળીને આજુબાજુ જૂએ છે તો તેના પલંગની નજીક તો શું તેના ઓરડામાં પણ કોઈ નથી. હવે, તેની આંખો ચોમેર મમ્મીને શોધવા લાગી અને કાન પણ મમ્મીનો મીઠો અવાજ સાંભળવા તત્પર થયા. દાદીનો સૂર ઊંચો જઈ રહ્યો હતો. નેહા માંડ છ વર્ષની. તેને એટલું જ સમજાતું હતું 'નેહાની મમ્મી', 'નેહાની મમ્મી'.નહોતું જવું, પણ ઓરડાનું બારણું ખોલી તે બેઠકમાં આવી. તેને જોતાં જ દાદી લગભગ