રૂપેણ....

  • 1.7k
  • 766

रूपेण.... લીલીછમ વનરાઈઓમાં નાચતી કૂદતી રૂપેણ પહાડની ધારે દાંતા ના ડુંગર અને તારંગા ડુંગર એટલે એનું પિયર તેનું ઘર.બાપનું આ દીકરી એકજ સંતાન.લાડકોડ સાથે ઉછેર.ગરીબાઈ ખરી પરંતુ બાપે તેને ગરીબાઈનો 'ગ' પણ કળવા દીધો નહી.ધાંધાર પ્રદેશનું સંતાન અને તેનું વ્હાલા ધોરીની જેમ લાલન પાલન થયું.ઘરનું તમામ કામ તે કરી લેતી,ઢોરને ઘાસ, છાણ પોદડા, વાસીદું કરવું,ચોક વાળવો,ફુલ છોડને પાણી પાવું,તુલસીની પૂજા કરવી.મહાદેવને મંદિર જઈ બીલીપત્ર ચડાવવું.પગમાં પગરખું હોય ના હોય પરંતુ તેની ચાલને કોઈ પહોંચી ના શકે તેવી લટક મટક ચાલ.ગામનાં સૌ જોઈ જ રહેતાં,અંગે ટૂંકો કબજો અને પાની સુધી માંડ પહોંચતો તેનો ઘાઘરો એટલે ગામમાં કોઈ પૂછે એટલે