આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ત્રિલોકે પોતાની વાત સાંભળી લીધી હોવાના ડર સાથે તે પથ્થર જેવી બની ગઇ. હેવાલીને થયું કે ત્રિલોક તેને ખીજવાશે. એના અવાજમાં ગંભીરતા હતી પણ ગુસ્સો ન હતો. તે સહેજ હસતાં બોલ્યો:'મારી સ્થિતિ અને વાતો પરથી તમને હું ગાંડા જેવો લાગતો હોઇશ. અને એમ પણ બની શકે કે મારું મગજ ઠેકાણે ના હોય. કેમકે મેં જે દિલ દહેલાવનારી ઘટના જોઇ છે એમાંથી વર્ષો પછી પણ બહાર આવી શક્યો નથી. અને જીવનની મજબૂરી એવી છે કે જીવી શકાતું નથી અને મરી શકાતું નથી. એક બાજુ એમ થાય છે કે આત્મહત્યા કરીને આ જીવનનો અંત લાવી દઉં. હવે જીવવા