મોજીસ્તાન (69) હુકમચંદ અને બાબો ઘેર ગયા પછી હબાના ઘર સામે જગો અને નારસંગ બેઠા હતા. હુકમચંદે શા માટે હબાના ઘર પર નજર રાખવાનું કહ્યું એ એમને સમજાતું નહોતું. પણ હુકમચંદનો હુકમ માનવાની એ બેઉની ફરજ હતી. "અલ્યા જગા,આમ અડધી રાતે ઘરવાળીનું પડખું સોડીન આંય હબલાના ઓટલે તારું ડાસુ જોવા બેહવાનું મન તો જરીકય ગમતું નથ..ઈમ કર્ય તું ચાર વાગ્યા હુંધીન બેહ,પસી મને ફોન કરજે અટલે હું હવાર હુંધીન બેહીસ..!" નારસંગે ઉભા થતા કહ્યું. "હવ બેહ સાનુમુનું..હું એકલો કાંય બેહવાનો નથ.તન સુ ઘા વાગે સે.હાળા બયરીનું પડખું કાંય ભાગી નથ જાવાનું.આપડે બેય હોવી તો વાતુંચીતું થાય ને ટેમ કપાય..લે બીડી