અંધારું પીંજરું... આઝાદી અજવાળાના છળથી

  • 3.3k
  • 1.1k

જૂની ઢબની બસની બારીની જેમ ક્યારની ખટખટ કરતી, એવી રૂમની બારીના અવાજથી દીપકનું માથું ફાટી રહ્યું હતું. બિચારી બારીને તો ગુલામીની સાંકળોમાં જકડી રાખનાર પેલી અટકણની પકડમાંથી છૂટવું હતું, પણ બારીની તે પીડાથી અજાણ એવો દીપક તેના ઉપર ખૂબ ગુસ્સે ભરાયો હતો. "દીપક મીઠ્ઠઠું, દીપક મીઠ્ઠઠું" નો અવાજ કાને અથડાતા જ તેના મનમાં વ્યાપેલ વ્યગ્રતાનું સ્થાન શાંતિએ ગ્રહણ કરી લીધું. પોતાનો માનીતો પોપટ મીઠ્ઠઠું સુરીલા અવાજથી દીપકને બોલાવી જો રહ્યો હતો. આ એક મીઠ્ઠઠું જ તો છે જેની સાથે દીપક પોતાના દિલની દરેક વાત અને મૂંઝવણ રજૂ કરી શકતો હતો. દીપકની વ્હાલી બહેન જ્યારે પરણીને સાસરે ગઈ ત્યારે તેણે નવા