હજામત કરાવવાની શહેનશાહી સ્ટાઈલ..! ચંચીલી, મારી પોત્તાની વાઈફનું નામ છે.! આમ તો નામ એનું ચંદ્રાવતી.! (ના, સત્યનારાયણની કથામાં આવતી લીલાવતી ને કલાવતી સાથે એને કોઈ સંબંધ નહિ..! ) પણ, ચંદ્રાવતી બોલવામાં 'માયાવતી' જેવું લાગે, એટલે શોર્ટફોર્મ ‘ચંચીલી’ રાખેલું..! પ્રેમમાં કોઈ બાંધછોડ નહિ. આજે પણ અમારા વચ્ચે ભરેલા રીંગણા જેટલો જ પ્રેમ ઉભરાય...! વાઈફ છે, જલ્લાદ તો રહેવાની જ ને..? એનો જનમ થયો ત્યારે વાવાઝોડુ એના સરનામે જ ત્રાટકેલું..! લોકડાઉનમાં ભલભલું ડાઉન થયેલું, એમ સલુનવાળા એ પણ હથિયાર હેઠા મુકી દીધેલાં..! શરમની વાત કરું તો, પુંછડા જેવી લાંબી ડીગ્રી મારી પાસે હોવા છતાં, મારીતો ઠીક, કોઈની પણ હજામત હું જાતે કરી શકતો નથી. એમાં વાળ રીંછડા જેવાં થઇ ગયાં. આજે તો ચંચીલીએ ચારણ-કન્યાની માફક ત્રાડ જ નાંખી. ‘ સાંભળો છો..? (હું બહેરો છું એવું