એક મુલાકાત યાદગાર મુલાકાત.

  • 4.5k
  • 1.4k

આજ પણ રામ ગોંડલનું નામ સાંભળે તો હરખના હિંડોળામાં તેનું રિહદય જુલવા માંડે છે.આમ તો ગોંડલ તે એક વખત ગયો છે,પણ આજ સુધી તેને ગોંડલની ગલીએ ગલીયો ના ચોક બિલકુલ યાદ છે. ભર શિયાળમાં સવારના ૮:૩૦ વાગ્યાની ટ્રેનમાંથી ગોંડલ રેલ્વે સ્ટશનના પગથીયા ઉતરતો સાથે તેનો મિત્ર હરી તેને મિત્ર ગણીએ કે ભાઈ ગણીએ તેવો તેનો માસીનો દીકરો પણ સાથે સથવારા માટે ભેગો આવીયો હતો. રામને ખાલી એક કોલ કરવાની વાર હોય એટલે હરી રામ માટે તૈયાર જ હોય.ગોંડલમાં તેનો મિત્ર નિકુંજ તેને તેડવા માટે આવવાનો હતો.નિકુંજ સ્ટેશનથી થોડે આગળ તેની રાહ જોતો હતો,રામ નિકુંજ પાસે પહોંચીને તેની ફોરવ્હીલમાં બેસે છે.