સાંજ ધીરે ધીરે અંધકારમાં વિલીન થઈ રહી હતી અને ચંદ્રની ચાંદની ધીરે ધીરે વધુ તેજ થઈ રહી હતી. ચંદ્રની ચાંદનીમાં તે સરોવરનું પાણી ખુબજ સરસ રીતે ચમકી રહ્યું હતું. એમ તો હતું એ હોટેલનું ગાર્ડન, પણ જાણે કુદરતી સરોવરના કિનારે ના બેઠા હોય, એવું લાગતું હતું! વિશાળ કુત્રિમ સરોવર બનાવ્યું હતું. એમાં બટકોનું ટોળું આજુબાજુની દુનિયા ભૂલીને પોતાની મોજ માણી રહ્યું હતું. સરોવરની આજુબાજુ સુંદર વૃક્ષો અને ફૂલ છોડ વાવીને એક ગાર્ડનનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સાંજનો સમય હતો એટલે રાતરાણીની સુગંધ વાતાવરણમાં વધુ સુંદરતા ઉમેરી રહી હતી.આવા મોહક અને શાંત વાતાવરણમાં કોઈનું પણ મન ખુશ અને શાંત થઈ જાય એવું