બેંક કૌભાંડ - ભાગ 5 - છેલ્લો ભાગ

(74)
  • 4.8k
  • 1
  • 3k

બેંક કૌભાંડ ભાગ-5 બેંક કૌભાંડનું રહસ્ય ખુલ્યું મુદતના દિવસે રાજાબાબુ, ધનસુખ અને સચિન ત્રણેય કોર્ટમાં હાજર થયા હતાં. જજસાહેબે પોતાની ખુરશી ઉપર આવીને કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. “જજસાહેબ, મેં અગાઉથી કોર્ટને આપેલી ગવાહની સૂચના મુજબ હું મારા પ્રથમ ગવાહ મહેબૂબ અલીને ગવાહ તરીકે બોલાવવાની પરવાનગી માંગુ છું.” રાજાબાબુએ જજસાહેબ સામે જોઈ કહ્યું હતું. “મહેબૂબ અલીને બોલાવામાં આવે.” જજે આદેશ આપતા કહ્યું હતું. જયરાજ તાંબેએ શાંતિથી પોતાની ખુરશી ઉપર બેસી એમની બાજુમાં બેઠેલા બ્રાન્ચ મેનેજર ખારેકરને હાથના ઈશારાથી ચિંતા ન કરવાનું કહ્યું હતું. મહેબૂબ અલી ગવાહના કઠેડામાં ત્યાં સુધી આવીને ઊભા રહી ગયા હતાં. રાજાબાબુ એમની પાસે