નેહડો ( The heart of Gir ) - 7

(33)
  • 7.1k
  • 1
  • 4k

રાજીને આ નેહડે આવ્યાને પંદર વર્ષ થવાં આવ્યાં. રાજીનું પિયર પણ ગીરમાં આવેલ એક નેસમાં જ છે. તેથી તેને સાસરે આવી, અહીં હિરણીયા નેસમાં ગોઠતાં વાર ન લાગી. રાજીને પશુધનનું કામ કરવાની નાનપણથી જ ટેવ હતી. નાનપણમાં રાજીએ જંગલમાં ગાય ભેંસ પણ ચરાવેલા હતાં. માલ દોહવાની ફાવટ પણ તેને નાનપણથી જ હતી. તેથી રાજીએ સાસરિયે આવતાની સાથે જ માલઢોરનું કામ, માલઢોર દોહવા,વાસીદું કરવું,નીરણ કરવી,ખાણ પલાળવા,પાણી ભરવું, ભેહૂ ધમારવી, છાણા થાપવા, છાશું કરવી,ઘી તાવવું,માવો કાઢવો આ બધાં જ કામ ઉપાડી લીધા હતાં. ધીમે ધીમે ગેલાને સમજાવીને નબળી ભેંસો વેચી સારી સારી ભેસો પણ વસાવી લીધી હતી. દૂધ