મોજીસ્તાન - 68

(25)
  • 3.2k
  • 1.4k

મોજીસ્તાન (68)જાદવ,ખીમાં અને ભીમાએ મળીને બુલેટ ઊંચું કર્યું.બાબો અને હુકમચંદ માંડ ઉભા થયા.ત્યાં સુધીમાં દૂર પડેલો કંદોઈ ઉભો થઈને બાબા પાસે આવી ગયો.બાબાએ એને ધક્કો મારીને ગબડાવી દિધો હતો એને કારણે એનો મગજ ગયો હતો.ઝારો લઈને એ બાબાને મારવા દોડ્યો. પણ,બાબાને એ અંદાઝ હતો.કંદોઈને ઝારો ઊંચો કરીને આવતો જોઈ બાબાએ વાંકા વળીને એક પથ્થર ઉઠાવ્યો.કંદોઈ નજીક આવીને ઝારો વીંજે એ પહેલાં એના કપાળમાં બાબાએ પથ્થરનો છૂટો ઘા ઝીંકયો. "હોય હોય બાપલીયા...આ...." કરતો કંદોઈ ગબડી પડ્યો.એના કપાળમાંથી લોહીની ધાર થઈ હતી.બાબો દુશ્મને ઘાયલ કરીને જવા દે એવો નહોતો.કંદોઈ કપાળ પર હાથ દાબીને રાડો પાડતો હોવા છતાં બાબાએ એની પાસે જઈને એના