પ્રાયશ્ચિત પ્રકરણ - 57કેતનનો પરિવાર સુરત જવા માટે રવાના થઈ ગયો એને પણ બીજા ચાર દિવસ થઈ ગયા અને ૧૨ તારીખ આવી પણ ગઈ. આવતીકાલે ૧૩ તારીખે હોસ્પિટલ ચાલુ થઈ જવાની હતી અને આજે બપોરે ૧૨ વાગ્યે તમામ સ્ટાફને ડૉ. શાહે હોસ્પિટલમાં બોલાવ્યો હતો. આજે તમામ નર્સોને, વોર્ડબોયઝને, હેલ્પરોને અને સ્વીપરોને એમની ડ્યુટી સમજાવી દેવાની હતી. દરેકનો વોર્ડ પણ નક્કી કરવામાં આવ્યો હતો. ડૉ. શાહે પોતાના હોસ્પિટલના અનુભવના આધારે ત્રણ પાળી નક્કી કરી હતી અને એ પ્રમાણે ત્રણ ગ્રુપ બનાવેલાં હતાં. એ ગ્રુપ સવારે આઠથી સાંજના ચાર સુધી, બી ગ્રુપ બપોરના બારથી રાતના આઠ સુધી અને સી ગ્રુપ નાઇટ ડ્યુટીનું હતું જે