આ જનમની પેલે પાર - ૧૩

(40)
  • 4.9k
  • 2
  • 2.8k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩દિયાન અને હેવાલીને થયું કે તેમની પોલ ખૂલી જશે. તેમને સપનામાં મેવાન અને શિનામી આવે છે એ વાત ત્રિલોક જાણે છે. એમને ખબર પડી ગઇ છે કે અમે સપનાની ખાતરી કરવા આવ્યા છે. બંનેએ જવાબ આપવાનું ટાળ્યું. ત્રિલોકનું હાસ્ય ડરામણું હતું.'જુઓ, તમે ભલે એમ કહેતા હશો કે મિત્રો છીએ અને એને મળવા આવ્યા છે પણ સાચું કારણ તમે કહેવા માગતા નથી. મેવાન ગુજરી ગયો છે એટલે તમે વધારે કંઇ કહેવા માગતા નથી. મારી સ્થિતિ જોઇને પણ તમારી એ વાત કહેવાની હિંમત થતી નથી. તમે જે વાત કહેવા આવ્યા છો એ કહી શકો છો. કોઇ સંકોચ રાખશો