બેંક કૌભાંડ - ભાગ 4

(28)
  • 4.7k
  • 2
  • 3k

બેંક કૌભાંડ ભાગ-4 ગરીબની સતામણી કહાન પોતાના હેકીંગ કરવાના બધાં જ ગેઝેટ લઇ રાજાબાબુના રૂમમાં આવી ગયો હતો. ટેબલ ઉપર એણે પોતાનું લેપટોપ અને એની સાથે જોડાયેલા ગેઝેટ ગોઠવી દીધા હતાં. સચીન કોઇ કામ માટે નીકળી ગયો હતો. રાજાબાબુએ કહાનને જે તારીખ અને સમય આપ્યો એ પ્રમાણે તે પોતાની આવડતથી બેંકનું CCTV ફુટેજ હેક કરવાના કામમાં લાગી ગયો હતો. "કહાન, તું આ કામ કરી તો શકીશને?" રાજાબાબુએ કહાનને પૂછ્યું હતું. "રાજાબાબુ, હું દસમા ધોરણમાં ભણતો હતો ત્યારથી મુંબઇના મોટા મોટા હેકર સાથે બેસતો હતો. એ બધાં પાસેથી કોમ્પ્યુટરથી હેકીંગ કરવામાં એટલું બધું શીખ્યો છું કે હું સ્વીસ બેંકનું એકાઉન્ટ