બેંક કૌભાંડ - ભાગ 3

(24)
  • 4.8k
  • 3
  • 3.1k

બેંક કૌભાંડ ભાગ-3 રાજાબાબુની કોર્ટમાં વાપસી જયરાજ તાંબે એની આસિસ્ટન્ટ મીતાલી ઠાકુર સાથે બેંક કૌભાંડના કેસના મુદ્દા લખાવી રહ્યો હતો. એ વખતે એની ઓફિસનો ક્લાર્ક અતુલ કુલકર્ણી એમની કેબીનમાં નોક કર્યા વગર દાખલ થઇ ગયો હતો. "અતુલ, હું એક મહત્વના કેસ બાબતે વાત કરી રહ્યો છું અને એવી તો શું ઉતાવળ આવી ગઇ કે તું અંદર નોક કર્યા વગર દાખલ થઇ ગયો." જયરાજે અકળાઇને પૂછ્યું હતું. "સર, બેંકના પટાવાળા ધનસુખ સબનીશનો કેસ રાજાબાબુ લડી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાંથી હવાલદારનો ફોન મને આવ્યો હતો. એ કહેવાની ઉતાવળમાં દરવાજો નોક કરવાનો રહી ગયો." અતુલે માથાનો પરસેવો લૂછતાં કહ્યું હતું. અતુલની