ભીંડાએ ભીંડો કાઢ્યો..!

  • 3.9k
  • 1.3k

ભીંડાએ ભીંડો કાઢ્યો..! અષાઢે મેઘો ભલો ને શ્રાવણે ભલો શીરો ભાદરવે ભીંડો ભલો ને આસોમાં ઘૂઘરો ભીંડો ખાવાની જેને સુગ નથી તેઓ મને માફ કરે. બાકી ભીંડો જોઇને જે ભાદરવા પર ડોળા કાઢે એની આ વાત છે. ભીંડામાં ભગવાનને બદલે શેતાન વસતો હોય એમ અમુક તો ભીંડો જોઇને ભડકે. જો કે, ટોપો ચઢાવીને બેઠેલો ભીંડો જોઈએ તો આપણને એમ થાય કે, આ ભીંડો શાક બનીને શું શુક્રવાર લાવતો હશે..? એનો દેખાવ જ એવો કે, એનું શાક ચાવવા જઈએ તો બાવળનું દાતણ પણ સ્વીટ લાગે..! અસ્સલ તો ભીંડા ભાદરવામાં જ પ્રગટ થતાં. જાણે ટેસ્ટ ટ્યુબવાળી ફોર્મ્યુલા ફાવટ આવી ગઈ હોય એમ હવે