તેજસ્વીની

  • 2.2k
  • 1
  • 690

મારી મિત્ર દિવ્યાનીની વાત સાચી છે. દિવ્યાની ફેઈલ થતી હોવા છતાં પોલીસની નોકરી કરે છે. અને હું..! ટોપર કંઈ જ નથી કરતી. મારા ટીચર્સની આશા ઉપર પાણી ફરી વળ્યું. સવારે પાંચ વાગ્યાથી રાત્રે અગીયાર વાગ્યા સુધી મારા કામની નદીઓના અવિરત વહેણ વહ્યા જ રાખે અને ઘરમાં મમ્મી-પપ્પા, દાદા-બા, મારા બે છોકરા અને તેજસના બધા કામ હું એકલા હાથે કરું છું. એક રસોઈયા તરીકે રસોઈ, કામવાળા તરીકે ઘરના તમામ કામ, ઘરમાં બા-દાદાની પરિચારિકાનું કામ, છોકરાઓનું ટ્યુશન કરાવતી ટીચર, ઘરમાં ચાર ચાર પેઢીના અલગ-અલગ ટાઈમ સાચવવાના અને છતાં મેં તેને એમ કેમ કહી દીધું કે હું કંઈ જ નથી કરતી