પુષ્પા: ધ રાઇઝ- રાકેશ ઠક્કરહિન્દીમાં ડબ થયેલી 'પુષ્પા: ધ રાઇઝ' થી બૉલિવૂડમાં એક નવા હીરો અલ્લૂ અર્જુનનો ઉદય થયો છે. ફિલ્મની કમાણી પરથી કહી શકાય કે બૉલિવૂડના સ્ટારને અલ્લૂ ટક્કર આપી શકે છે. દક્ષિણના અલ્લૂની કોઇ ફિલ્મ લાંબા સમય પછી આવી હોવાથી તેને વધુ પસંદ કરવામાં આવી છે. ફિલ્મનો પ્લસ પોઇન્ટ જબરદસ્ત એકશન દ્રશ્યો છે. મારધાડ સાથે રોમાન્સ, દુશ્મની, ગીતો, આઇટમ ગીત વગેરે બધા જ મસાલા યોગ્ય જગ્યાએ છે. નિર્દેશક સુકુમારની એ સફળતા જ કહેવાય કે ત્રણ કલાક સુધી દર્શકોને બેસી રહેવા મજબૂર કરે છે. સુકુમારે અગાઉથી જ ફિલ્મને બે ભાગમાં બનાવવાનું આયોજન કર્યું હોવાથી પહેલા ભાગને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન