સુંવાળા કજિયા ઘરમાં

  • 2.4k
  • 2
  • 860

સુંવાળા કજિયો.!. હું આ શબ્દની વ્યાખ્યા નથી કરી શકતો કે અર્થ નથી સમજાવી શકતો.કેમકે મારી આ હાસ્ય સભર રૂપકડી પસંદ આવશે તેવો મને વિશ્વાસ છે. વાત જાણે એમ છે કે સવારે એ (પ ત્ ની )વહેલી ઉઠે. મતલબ કે મારા પહેલાં એ જાગે અને મારા પે'લાં એ ઊંઘી જાય.કેમકે આપણાં નખરાં એ ઊંઘ્યા પછી જ અસલમાં ચાલુ થાય.રાતે નિરાંતે મોબાઈલ પર આખી દુનિયાની સ્ત્રીઓ જોડે ચેટ્ટીન્ગ કરવાનું શુભ સ્થળ એટલે પથારી અને પત્ની ઊંઘ્યા ઓછી નો સમય!સવારે જાગે ત્યાંથી હું જાગું તેની વાટ જોઈ રહી હોય. કેમકે ચા ભાખરી એડવાન્સ તૈયાર હોય.